# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYGv4IZGpq0
- **Gondola URL:** https://gondola.cc/posts/65351109-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8c56663ba9.jpg
- **Posted:** 2026-05-09T05:02:25.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતની SBI લૂંટના આરોપીનું 'હાફ એન્કાઉન્ટર'; રીકન્સ્ટ્રક્શન વખતે પોલીસ પર હુમલો કરી ભાગવા જતા એન્કાઉન્ટર

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં થયેલી સનસનીખેજ લૂંટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.

 ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારના ફૂરસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી શુભમે લૂંટ સમયે જે ગનનો ઉપોયગ કર્યો હતો, તે ગન જે સ્થળે છુપાવી હતી તે લેવા ગયા હતા. આ જ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે એસીપી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શુભમને પગમાં ગોળી મારી હતી. આરોપીને હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની એક ચોંકાવનારી ઘટના બની હતી. વરાછાની SBI શાખામાં બપોરના સમયે જ્યારે બેંકમાં કોઈ ગ્રાહકો હાજર ન હતા, ત્યારે ચાર હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા. 4 અજાણ્યા લૂંટારુઓએ બેંકમાં ઘૂસીને કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા. લૂંટારુઓ બેંકમાંથી અંદાજિત 50 લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટ સમયે બેંકમાં માત્ર સ્ટાફ હાજર હતો, જેમને હથિયારો બતાવીને ડરાવવામાં આવ્યા હતા

લૂંટની જાણ થતા જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બેંક અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ 7 ટીમો બનાવી હતી. સમગ્ર સુરત શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી, જેના પરિણામે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

#Surat #SBIRobbery #Encounter #BreakingNews #CrimeNews #GujaratNews #PoliceAction #SamacharDiary #newsfeed #newshoes #newstart #newstoday #NewSeason #newseries #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 4,344
- **Likes:** 146
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

samachardiary, newstart, newseries, sbirobbery, newsletter, crimenews, surat, newshoes, newstoday, newsfeed, encounter, policeaction, newschool, breakingnews, newsupdate, gujaratnews, newseason, newsingle

---
Copyright (c) Gondola