# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYEXXdKmU0p
- **Gondola URL:** https://gondola.cc/posts/65351114-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f53fa89d10.jpg
- **Posted:** 2026-05-08T06:50:11.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર મુદ્દે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર અને ડીજીવીસીએલ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. AAPના પૂર્વ કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ચેતવણી આપતા જણાવ્યું કે જો પૂણા વિસ્તારમાં જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો લોકો સાથે મળીને જનઆંદોલન કરવામાં આવશે તેમજ ડીજીવીસીએલનો ઘેરાવ પણ કરાશે.
પાયલ સાકરિયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ડીજીવીસીએલ દ્વારા પૂણા વિસ્તારની વિવિધ સોસાયટીઓને સ્માર્ટ મીટર લગાવવા અંગે નોટિસ આપવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે ડીજીવીસીએલ આજે પણ વિસ્તારની મૂળભૂત વીજ સમસ્યાઓ ઉકેલી શક્યું નથી. રસ્તા વચ્ચેનાં સબસ્ટેશન ખસેડવામાં આવ્યા નથી, થાંભલાઓ દૂર કરાયા નથી અને લોકોને પૂરતો તથા સતત વીજ પુરવઠો પણ મળતો નથી. અનેક વખત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તેમણે વધુમાં કહ્યું કે લોકોની સમસ્યાઓ દૂર કરવાની જગ્યાએ હવે સ્માર્ટ મીટરના નામે લોકોના ખિસ્સા ખાલી કરવાની યોજના ચાલી રહી છે. નવા સ્માર્ટ મીટર પાછળ ભાજપના મળતિયાઓ અને કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ તેમણે આરોપ લગાવ્યો.
પાયલ સાકરિયાએ જણાવ્યું કે ચૂંટણી હાર્યા પછી પણ AAP લોકોની વચ્ચે જ છે અને લોકોના પ્રશ્નો માટે સતત લડત આપતી રહેશે. “જીતેલા પ્રતિનિધિઓ ભલે લોકો વચ્ચે ન હોય, પરંતુ અમે લોકોની સાથે મજબૂત દિવાલ બનીને ઊભા છીએ,” એમ તેમણે જણાવ્યું.
અંતમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે જો ડીજીવીસીએલ દ્વારા લોકોની મરજી વિરુદ્ધ સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેનો જોરદાર વિરોધ કરવામાં આવશે. “પહેલા કરપ્ટ સિસ્ટમને સ્માર્ટ બનાવો, પછી સ્માર્ટ મીટરની વાત કરો,” એમ કહી તેમણે સરકાર પર નિશાન સાધ્યું.

#Surat #Puna #SmartMeter #AAP #DGVCL #GujaratNews #BreakingNews #SamacharDiary #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseries #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 940
- **Likes:** 30
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, puna, surat, newshoes, newstoday, newsfeed, newschool, breakingnews, aap, newsupdate, newsalert, gujaratnews, newsingle, dgvcl, samachardiary, newstart, smartmeter, newseries

---
Copyright (c) Gondola