# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYeFHHzDa1y
- **Gondola URL:** https://gondola.cc/posts/65651268-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a6a75f3923.jpg
- **Posted:** 2026-05-18T06:31:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન 43 તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન બેતાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના આંતરિક ભાગોમાં ગરમીનું પ્રમાણ વધુ રહી શકે છે. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહેવાની સંભાવના છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17 મે બાદ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે અને પવનની ગતિમાં વધારો જોવા મળશે. સાથે જ આગામી દિવસોમાં આંધી-વંટોળનું પ્રમાણ પણ વધી શકે છે. તેમણે 22 મે બાદ અરબ સાગર વધુ સક્રિય બનશે અને 26 મે સુધીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત 23 મે સુધી મુંબઈમાં પ્રિ-મોનસૂન વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થઈ શકે અને આવતું વર્ષ સારો વરસાદી મોસમ રહે તેવી આગાહી પણ તેમણે કરી છે...
#AmbalalPatel #WeatherUpdate #CycloneAlert #GujaratWeather #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 2,255
- **Likes:** 185
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

cyclonealert, ambalalpatel, weatherupdate, samachardiary, gujaratweather, breakingnews

---
Copyright (c) Gondola