# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYbtTrVkWyA
- **Gondola URL:** https://gondola.cc/posts/65651277-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d5ea191f2c.jpg
- **Posted:** 2026-05-17T08:24:01.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

માંડલ તાલુકાના જાલીસણા અને સીતાપુર ગામ વચ્ચે આવેલ કેનાલ રોડ પર રવિવારે સવારે નાળિયેર ભરેલી એક ટ્રક પલટી જતાં બંને દિશામાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અકસ્માતને પગલે રોડ સંપૂર્ણપણે બ્લોક થઈ જતાં બંને બાજુ અંદાજે 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાના કલાકો બાદ પણ ટ્રક હટાવવામાં આવી ન હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ટ્રક નંબર GJ 25 U 5392 નાળિયેરનો જથ્થો લઈને જૂનાગઢથી જોધપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન જાલીસણા અને સીતાપુર વચ્ચે કેનાલ પાસે અચાનક ટ્રક પલટી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર સાહિલ (રહે. જૂનાગઢ) ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં 112 પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે એક તરફથી મર્યાદિત વાહન વ્યવહાર ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ટ્રક રસ્તા પર આડેધડ પલટી જતાં બંને તરફ લાંબી વાહનોની કતારો લાગી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભારે ટ્રાફિક જામને કારણે મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ટ્રકને ક્રેનની મદદથી હટાવવાની કામગીરી બાદ જ માર્ગ સંપૂર્ણ રીતે ખુલ્લો થઈ શકશે.

#Mandal #TruckAccident #TrafficJam #BreakingNews #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 21,627
- **Likes:** 1,120
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, trafficjam, mandal, truckaccident, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola