# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYbaV7igR3g
- **Gondola URL:** https://gondola.cc/posts/65651282-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/cb1e12d7c9.jpg
- **Posted:** 2026-05-17T05:38:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી દ્વારા વધુ એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવ્યો છે. કણભા પોલીસ સ્ટેશનના એક અના.એ.એસ.આઇ અને બે જી.આર.ડી સભ્યો વિરુદ્ધ લાંચ લેવાના ગુનામાં કાર્યવાહી કરવામાં આવી છે. આ ટ્રેપ ૧૬ મે ૨૦૨૬ના રોજ બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ગોઠવવામાં આવ્યો હતો.
ફરિયાદી તરીકે એક જાગૃત નાગરિકે એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મુજબ દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ વિસ્તારમાં આવેલી તેમની કોસ્મેટિક વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં કણભા પોલીસ સ્ટેશનના અના.એ.એસ.આઇ ભાવેશભાઈ લાભશંકર રાવલ, જી.આર.ડી સભ્ય કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ બારોટ, રણજીતભાઈ સોલંકી અને અન્ય એક વ્યક્તિ પહોંચ્યા હતા. તેમણે ફેક્ટરીમાં એક્સપાયર થયેલા માલ ઉપર નવી તારીખ છાપીને વેચાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી ફરિયાદીને કેસમાં ફસાવી જેલમાં મોકલવાની ધમકી આપી હતી.
આરોપીઓએ શરૂઆતમાં કેસ ન કરવા માટે રૂપિયા બે લાખની લાંચની માંગણી કરી હતી. જોકે બાદમાં રકઝકના અંતે રૂપિયા ૩૦ હજાર લેવામાં નક્કી થયું હતું. ૧૫ મેના રોજ રણજીતભાઈ સોલંકી રૂપિયા લેવા ફરિયાદીની ફેક્ટરીએ પહોંચ્યા હતા, પરંતુ ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાથી તેમણે પછીથી આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે એ.સી.બી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન અના.એ.એસ.આઇ ભાવેશભાઈ રાવલે ફરિયાદીને ફોન કરીને રૂપિયા કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ બારોટને આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ કમલેશભાઈએ હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૩૦ હજારની લાંચ સ્વીકારી હતી. એ.સી.બીની ટીમે તરત જ બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી રણજીતભાઈ સોલંકી સ્થળ પરથી ફરાર હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર સુ.શ્રી ડી.બી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી પર મદદનીશ નિયામક એમ.એચ. પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાએ સુપરવિઝન રાખ્યું હતું.

#Ahmedabad #ACB #Corruption #PoliceTrap #BreakingNews #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 1,693
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, acb, corruption, ahmedabad, samachardiary, policetrap, breakingnews

---
Copyright (c) Gondola