# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY8_F7wAM4F
- **Gondola URL:** https://gondola.cc/posts/66189638-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/087d358f80.jpg
- **Posted:** 2026-05-30T06:34:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. કડક કાયદાઓ અને કડક સજાની મોટી-મોટી વાતો વચ્ચે પણ ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. આવી જ એક ચોંકાવનારી અને શર્મજનક ઘટના અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં પુત્ર સાથેના સંબંધોની શંકા રાખીને એક પિતા અને તેના સાગરીતોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે.
વાત છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારની 
કાગડાપીઠ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત ૨૭ મેની સાંજે મહાવીર ઉર્ફે બલ્લુ નામનો શખ્સ તેના પિતા સાથે ભોગ બનનાર મહિલાના ઘરે ધસી ગયો હતો. ત્યાં જઈને તેણે "તું મારા દીકરા યોગેશ સાથે કેમ વાતચીત રાખે છે ?" તેમ કહીને ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાએ જ્યારે સ્પષ્ટતા કરી કે તે યોગેશ સાથે માત્ર એક મિત્ર તરીકે જ વાત કરે છે, ત્યારે પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બિચક્યો હતો
તકરાર વધતા જ આરોપીઓએ ઉશ્કેરાઈને મહિલા અને તેની માતા પર લોખંડની પાઇપ તેમજ લાકડાના બેટ વડે ઘાતકી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મહિલાના માથા, કપાળ અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેની માતા રમીલાબેનને પણ પગના ભાગે ગંભીર ઈજા થઈ છે. હુમલો કર્યા બાદ નરાધમો મહિલા અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ હિંસક ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ ૨૮ મેના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સૌ કોઈ હવે એ જ જોઈ રહ્યું છે કે કાયદાને હાથમાં લેનારા આ ગુંડાઓ સામે પોલીસ ક્યારે અને કેટલી કડક કાર્યવાહી કરે છે.
GujaratPolice
 AhmedabadPolice

#Ahmedabad #Kagdapith #CrimeNews #WomenSafety #GujaratNews #BreakingNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 5,768
- **Likes:** 109
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, crimenews, samachardiary24x7, kagdapith, ahmedabad, womensafety, breakingnews

---
Copyright (c) Gondola