# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY6Q5WMHBET
- **Gondola URL:** https://gondola.cc/posts/66189696-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ffd20fe45c.jpg
- **Posted:** 2026-05-29T05:12:09.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમેરિકાથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં એક ભારતીય દંપતીને એક અજાણી વ્યક્તિએ વંશીય ટિપ્પણી કર્યા બાદ દેશ છોડી દેવાનું કહ્યું હોવાનો આરોપ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

શું છે આખો મામલો? 
વાયરલ વીડિયોમાં, કારમાં બેઠેલી એક વ્યક્તિ એક ભારતીય યુગલને કેટલાક પ્રશ્નો પૂછે છે. તે વ્યક્તિ પૂછે છે કે શું તેઓ ભારતના છે? જેનો ભારતીય યુગલ હામાં જવાબ આપે છે. પછી તે વ્યક્તિ યુગલને અમેરિકા છોડવાનું કહે છે. તે વ્યક્તિ આગળ કહે છે કે જો ભારત આટલું સારું છે, તો તમે અમેરિકા કેમ આવ્યા? આના પર યુગલ ખૂબ શાંત રહે છે. તેઓ કહે છે કે, અમે દુનિયા ફરવા આવ્યા છીએ. જોકે, આ પછી તે વ્યક્તિ વધુ આક્રમક બની જાય છે અને કહે છે કે, અમે તમને અહીં નથી માંગતા, તમારા દેશમાં પાછા જાઓ... મારા દેશમાંથી નીકળી જાઓ. 

#America #IndiansAbroad #Racism #IndianCommunity #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 5,066
- **Likes:** 170
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

indiansabroad, america, racism, indiancommunity, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola