# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZSJhClCou2
- **Gondola URL:** https://gondola.cc/posts/66481454-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5e325140f7.jpg
- **Posted:** 2026-06-07T11:49:38.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

માંડલમાં હાંસલપુરથી સુઝુકીના JV ગેટ સુધીનો આશરે 3.30 કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી અંધકારમાં ગરકાવ રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે હજારો કર્મચારીઓ અને વાહનચાલકો દરરોજ જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને Maruti Suzukiના ગેટ નંબર 3 અને 4 પાસે શિફ્ટ બદલાવાના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે અંધકાર અને વાહનોની ભારે અવરજવરના કારણે અકસ્માતની સંભાવના પણ વધી રહી છે. બી અને સી શિફ્ટ પૂર્ણ થતાં દસાડા-પાટડી તરફથી આવતા ભારે વાહનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો શરૂ કરવા, ટ્રાફિક પોલીસની તૈનાતી અને કાયમી ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે

#Mandal #Hansalpur #MarutiSuzuki #TrafficIssue #RoadSafety #Ahmedabad #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 6,089
- **Likes:** 443
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, samachardiary24x7, marutisuzuki, hansalpur, mandal, ahmedabad, trafficissue, roadsafety

---
Copyright (c) Gondola