# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZM05NzAgUk
- **Gondola URL:** https://gondola.cc/posts/66481474-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6f74543a06.jpg
- **Posted:** 2026-06-05T10:13:16.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રામોસણા ગામે મેલડી માતાના મંદિર ખાતે યોજાયેલા એક ધાર્મિક પ્રસંગ દરમિયાન બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ બાળકો રમતા હતા તે દરમિયાન થયેલી ગાળાગાળીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મેલડી માતાના ભુવા ડાહ્યા પટેલના પ્રસંગ દરમિયાન કેટલાક લોકો હોલમાં ઘૂસી મહેમાનો સાથે મારામારી કરી હોવાના આક્ષેપો થયા છે. સામે પક્ષે પણ હુમલો કરાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર બનાવમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. મેલડી માતાના ભુવા ડાહ્યા પટેલ સહિત કુલ 27 લોકો સામે ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#Mehsana #Ramosana #MeldiMataTemple #FightCase #PoliceComplaint #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 8,116
- **Likes:** 255
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, samachardiary24x7, policecomplaint, ramosana, mehsana, fightcase, meldimatatemple, breakingnews

---
Copyright (c) Gondola