# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZet8hPjkj4
- **Gondola URL:** https://gondola.cc/posts/66763433-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e3c21173c6.jpg
- **Posted:** 2026-06-12T08:58:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બનાસકાંઠાના ડીસા શહેરના વણઝારાવાસ વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસના બાટલામાં અચાનક આગ ભભૂકી ઊઠતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે વિસ્તારના સાંકડા રસ્તાઓના કારણે ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા દાખવી આગ પર કાબૂ મેળવી વધુ મોટી દુર્ઘટના ટાળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

#Deesa #Banaskantha #GasCylinderFire #FireIncident #FireBrigade #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,674
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, samachardiary24x7, banaskantha, fireincident, gascylinderfire, firebrigade, deesa, breakingnews

---
Copyright (c) Gondola