# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZzmLUsDlEs
- **Gondola URL:** https://gondola.cc/posts/67045310-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8b983a95c0.jpg
- **Posted:** 2026-06-20T11:34:48.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામેથી હત્યાની ઘટના સામે આવી. વૌઠા ગામે સામાન્ય બાબતમાં શરૂ થયેલી કૌટુંબિક બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, સગા ભત્રીજાએ ગુસ્સામાં અંધ થઈને પોતાના જ ફુવાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. આ હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.મળતી માહિતી અનુસાર, વૌઠા ગામે રહેતા પ્રતાપ પુરબિયા નામના યુવકને તેના ફુવા ગણપત વાઘેલા સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો એટલો વધી ગયો કે આવેશમાં આવી ગયેલા ભત્રીજા પ્રતાપે ઘરમાં રહેલું તીક્ષ્ણ હથિયાર ઉઠાવી લીધું હતું. ગુસ્સા પરનો કાબૂ ગુમાવી ચૂકેલા પ્રતાપે તેના ફુવા ગણપત વાઘેલા પર હથિયાર વડે આડેધડ અને જીવલેણ વાર કરવાનું શરૂ કરી દીધું હતું. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હસતા-રમતા પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું.

#Dholka #Ahmedabad #CrimeNews #MurderCase #GujaratCrime #BreakingNews #Vautha #SamacharDiary24x7

## Stats

- **Views:** 45,936
- **Likes:** 1,025
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

crimenews, samachardiary24x7, gujaratcrime, murdercase, ahmedabad, vautha, dholka, breakingnews

---
Copyright (c) Gondola