# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaHwnF5lWtO
- **Gondola URL:** https://gondola.cc/posts/67288554-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8336c734c7.jpg
- **Posted:** 2026-06-28T07:30:58.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગાંધીનગરના એસ.જી. હાઈવે પર મધરાતે સર્જાયેલા ભયાનક ટ્રિપલ અકસ્માત બાદ સામે આવેલા વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ક્રેટા કારનો ચાલક કાબૂ ગુમાવતા એક પછી એક ચાર કાર અથડાઈ ગઈ, જેમાં ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ વચ્ચે પણ એક યુવક પોતાનો મોબાઈલ શોધવા માટે સળગતી કારમાં જ ઘૂસી ગયો હતો, જેનો રૂંવાડા ઊભા કરી દે એવો વીડિયો હવે વાયરલ થયો છે. અકસ્માતમાં મહિન્દ્રા EV કારમાં મહેસાણા ભાજપના કોર્પોરેટરના ભત્રીજા અને ભત્રીજી સવાર હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. બીજી તરફ ક્રેટા કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાની ચર્ચા વચ્ચે પોલીસે તેમના બ્લડ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે. હવે સમગ્ર મામલે CCTV ફૂટેજ, FSL સહિતના પુરાવાના આધારે અકસ્માતનું સાચું કારણ સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

#Gandhinagar #SGHighway #TripleAccident #CarFire #ViralVideo #RoadAccident #BreakingNews #GujaratNews #CCTV #FSL #TrafficPolice #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews

## Stats

- **Views:** 0
- **Likes:** 182
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gandhinagar, latestnews, carfire, samachardiary, sghighway, fsl, trafficpolice, roadaccident, cctv, breakingnews, gujaratnews, gujaratinews, tripleaccident, viralvideo, indianews

---
Copyright (c) Gondola