# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DasUAhSCN8i
- **Gondola URL:** https://gondola.cc/posts/67801365-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ab8d6604de.jpg
- **Posted:** 2026-07-12T12:13:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં તસ્કરો બેફામ બનતા ખાવડ ગામે એકસાથે બે બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પત્નીના ઓપરેશન અર્થે ખેડૂત પરિવાર અમદાવાદ ગયો હતો, તે તકનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનની લોખંડની તિજોરી તોડી રૂ. ૫૦ હજારની રોકડ રકમ અને રૂ. ૧ લાખની કિંમતના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત ગામના રણછોડપુરા વાસમાં આવેલા અન્ય એક બંધ મકાનને પણ નિશાન બનાવાતાં સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ઘટના અંગે બાવલુ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ શૈલેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

#MehsanaNews #KadiNews #KhavadVillage #Chori #CrimeUpdate #BavluPolice #MehsanaCrime #BreakingNewsGujarat #LawAndOrder #GujaratPolice #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 3,263
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

crimeupdate, gujaratpolice, bavlupolice, kadinews, samachardiary, mehsananews, lawandorder, khavadvillage, chori, breakingnewsgujarat, mehsanacrime

---
Copyright (c) Gondola