# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DasTXTXIPUZ
- **Gondola URL:** https://gondola.cc/posts/67801367-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1cd69bf1be.jpg
- **Posted:** 2026-07-12T12:06:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત સરકારના રાજ્યવ્યાપી મેગા વૃક્ષારોપણ અભિયાન અને 'વન કવચ યોજના' અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશના જણાવ્યા મુજબ, અમદાવાદ મંડળના ૧૦ વિવિધ સ્થળો પર ૮ લાખથી વધુ છોડ રોપવાનો લક્ષ્યાંક છે, જે અંતર્ગત સાણંદ ખાતે રેલવેની ૧,૨૦,૦૦૦ ચોરસ મીટર જમીન પર પ્રથમ તબક્કામાં વન વિભાગના સહયોગથી ૨ લાખથી વધુ છોડનું સફળતાપૂર્વક રોપણ કરવામાં આવ્યું છે. રાજ્યવ્યાપી આ ઝુંબેશ હેઠળ સમગ્ર ગુજરાતમાં એક જ દિવસમાં ૩૫ કરોડ છોડ લગાવવાનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગાંધીનગરમાં સહભાગી બન્યા હતા.

#AhmedabadRailway #WesternRailway #TreePlantation #VanKavach #GreenIndia #Sanand #DRMAhmedabad #AmitShah #EnvironmentProtection #BreakingNewsGujarat #samachardiary

## Stats

- **Views:** 0
- **Likes:** 12
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

greenindia, treeplantation, samachardiary, amitshah, sanand, vankavach, westernrailway, environmentprotection, breakingnewsgujarat, ahmedabadrailway, drmahmedabad

---
Copyright (c) Gondola