# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DamzIYZDVGX
- **Gondola URL:** https://gondola.cc/posts/67801491-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8f859f5133.jpg
- **Posted:** 2026-07-10T08:49:20.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમરેલી શહેરમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો વધુ એક કાળો કારોબાર ઝડપાયો છે. અમરેલી એસઓજી (SOG) ટીમે બાતમીના આધારે બટારવાડી શેરી નંબર ૧ માં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સાવરકુંડલાના બાઢડા ગામના સંજય રમેશભાઈ વીરાણી નામના ઇસમના કબજાવાળા મકાનમાંથી વનસ્પતિ ઘી, વનસ્પતિ તેલ, મિશ્રણ કરેલું શંકાસ્પદ ઘી અને પેકિંગ માટેના ખાલી ડબ્બાઓ સહિત કુલ રૂ. ૩૫,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી ટીમે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. પોલીસ અને ફૂડ વિભાગની આ સંયુક્ત કાર્યવાહીથી અમરેલીના ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો.

#AmreliNews #AdulteratedGhee #SOGRajkot #FoodAndDrugs #AmreliCrime #BreakingNewsGujarat #FoodSafety #FakeGhee #SavarKundla #GujaratPolice #PublicHealth #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 40
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

publichealth, amrelicrime, breakingnewsgujarat, amrelinews, adulteratedghee, foodsafety, fakeghee, savarkundla, foodanddrugs, sograjkot, gujaratpolice, samachardiary

---
Copyright (c) Gondola