# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DamymAuAfNz
- **Gondola URL:** https://gondola.cc/posts/67801493-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2941826748.jpg
- **Posted:** 2026-07-10T08:44:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને વરસતા વરસાદે વઘઈ-આહવા રોડ પર મોટી સફળતા મળી છે. વાંસદા તરફથી આવી રહેલી શંકાસ્પદ દારૂ ભરેલી અર્બન ક્રુઝર કારને કુકડનખી ગામ પાસે પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરોએ ગાડી ભગાવી મૂકી હતી, જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો. પોલીસથી બચવા પૂરઝડપે ભાગતી કાર એસ.એસ. માહલા કેમ્પસ નજીક કાચા રસ્તે જંગલના ખાડામાં પલટી મારી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરીને ગાડી મૂકી ભાગવા જતા ઉત્તર પ્રદેશ અને દાદરા નગર હવેલી (સેલવાસ) ના બે ઇસમોને દબોચી લીધા હતા. કારમાંથી વિદેશી દારૂની ૫૪ બોટલ અને ૨૮ બીયર ટીન મળી આવ્યા હતા, જેને ક્રેનની મદદથી બહાર કાઢી કાર, મોબાઈલ અને દારૂ સહિત કુલ રૂ. ૫,૪૩,૪૨૪ નો મુદ્દામાલ જપ્ત કરી વઘઈ પોલીસને સોંપવામાં આવ્યો છે. ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCB PSI જે.જી. અનડકટ અને તેમની ટીમે આ સરાહનીય ઓપરેશન પાર પાડ્યું.

#DangLCB #DangPolice #CrimeUpdate #LiquorSeized #ChasingVideo #BreakingNewsGujarat #VaghaiAhwaRoad #GujaratPolice #ProhibitionEnforcement #Monsoon2026 #PoliceChase #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 69
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

policechase, danglcb, monsoon2026, liquorseized, breakingnewsgujarat, crimeupdate, prohibitionenforcement, gujaratpolice, vaghaiahwaroad, samachardiary, dangpolice, chasingvideo

---
Copyright (c) Gondola