# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DamsZITiAw8
- **Gondola URL:** https://gondola.cc/posts/67801496-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6e52ecc6ef.jpg
- **Posted:** 2026-07-10T07:50:40.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણાના ઊંઝા નજીક ઉનાવા ગામે ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ની ફ્લાઈંગ સ્ક્વોડે અચાનક દરોડા પાડીને આશરે રૂ. ૧૯.૬ લાખની કિંમતનો ૨૬ ટનથી વધુનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ કર્યો છે. વરિયાળીને વધુ લીલી અને આકર્ષક બતાવવા માટે તેમાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા કેમિકલ અને નોન-એડિબલ કલર (બિન-ખાદ્ય રંગો)નું ભેળસેળ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, આ વેપારીઓ કોઈ પણ પ્રકારના અનિવાર્ય ફૂડ સેફ્ટી લાઈસન્સ વગર જ આ કાળો કારોબાર ચલાવતા હતા. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે અને આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરાશે. તંત્ર દ્વારા હાલ વરિયાળીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

#MehsanaNews #UnjhaAPMC #FDCARaid #FoodAdulteration #UnavaNews #BreakingNewsGujarat #SpicesMarket #PublicHealth #GujaratGovernment #FoodSafety #CrimeUpdate #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 77
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimeupdate, unjhaapmc, foodadulteration, samachardiary, mehsananews, spicesmarket, publichealth, gujaratgovernment, unavanews, fdcaraid, breakingnewsgujarat, foodsafety

---
Copyright (c) Gondola