# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DamiTaajNy7
- **Gondola URL:** https://gondola.cc/posts/67801511-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3cb8c8d123.jpg
- **Posted:** 2026-07-10T06:22:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે આજે અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ અને અન્ય પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. જમાલપુર જગન્નાથ મંદિરથી પ્રભુના આશીર્વાદ મેળવીને શરૂ થયેલું આ નિરીક્ષણ સરસપુર (પ્રભુના મામાના ઘર) ખાતે પૂર્ણ થયું હતું. સુરક્ષાના ભાગરૂપે રૂટ પરના જર્જરિત મકાનોની ચકાસણી કરવામાં આવી છે, જ્યાં AMC અને પોલીસની ટીમો તહેનાત રહેશે. આ સાથે જ મંદિરના મુખ્ય ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા સાથે પણ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી.

#Ahmedabad #Rathyatra #LordJagannath #JaiJagannath #RathyatraPreparation #AMCAhmedabad #JamalpurTemple #Saraspur #Amdavad #GujaratNews #FestivalOfIndia #RathyatraAhmedabad

## Stats

- **Views:** 0
- **Likes:** 144
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

lordjagannath, festivalofindia, gujaratnews, rathyatraahmedabad, amdavad, amcahmedabad, rathyatrapreparation, saraspur, jamalpurtemple, jaijagannath, rathyatra, ahmedabad

---
Copyright (c) Gondola