સુરતના કતારગામ વિસ્તારમાં બહાદુરસિંહ બ્રિજ પર એમ્બ્યુલન્સ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે એમ્બ્યુલન્સ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા વાહન ડિવાઇડર પર ચડી ગયું હતું. આ સમયે એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ દર્દી હાજર હતા, જેને સ્થાનિકોની મદદથી તાત્કાલિક નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે બાદમાં વાહન હટાવતા ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
#samchardiary #NewsUpdate #newsfeed #BJP4IND #BJP