ગોધરા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત અનોખું અને પ્રેરણાદાયક પરિણામ સામે આવ્યું છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવાર અપેક્ષા સોનીએ વિજય નોંધાવી ઇતિહાસ રચ્યો છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવે છે, છતાં હિન્દુ મહિલા ઉમેદવારને મળેલો આ વિજય કોમી એકતા અને વિશ્વાસનું
મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે. અપેક્ષા સોનીએ આ જીતને જનતાના વિશ્વાસનો વિજય ગણાવ્યો છે અને વિસ્તરના લોકોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
#BJP #BJPGovernment #BJP4IND #BJPGujarat #samachdiary #NewsUpdate #news #newsfeed #newseason