માંડલ તાલુકાના હાંસલપુર ગામ નજીક મારુતિ સુઝુકી ગુજરાત કંપનીના ગેટ નંબર 4 સામે વહેલી સવારે લગભગ 05:10 વાગ્યે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ રોંગ સાઇડમાં પાર્ક કરાયેલા ટ્રેલર પાસે ઉભેલા ટ્રેલર ડ્રાઈવર ભેરુસિંહને એર્ટિગા કારએ અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ
મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ ટ્રેલરની લાઈટને કારણે દૃશ્યતા ઓછી થતા કાર ચાલક આગળની સ્થિતિ સ્પષ્ટ જોઈ શક્યા નહોતા. અકસ્માત બાદ મૃતદેહને બેચરાજી-શંખલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સમગ્ર ઘટનાએ માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે
અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
#samchardiary #NewsUpdate #newsfeed #news