facebook pixel
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ સુરક્ષિત અને પ્રવાસી-મૈત્રીપૂર્ણ બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો ડાંગ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ સ્થાપવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય મુજબ પ્રવાસીઓને સુરક્ષા અને માહિતી એક જ પ્લેટફોર્મ પર મળી રહે તે માટે સેન્ટ્રલ ‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ પણ વિકસાવવામાં આવશે. આ એપમાં માર્ગદર્શિકા, ઇમરજન્સી નંબર, નજીકની હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને ટ્રાન્સપોર્ટ જેવી માહિતી ઉપલબ્ધ રહેશે. ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે આ સુવિધા શરૂ થવાની છે, જ્યાં વિશેષ તાલીમપ્રાપ્ત પોલીસ ટીમ તૈનાત રહેશે. આ પહેલથી ગુજરાતમાં પ્રવાસીઓને વધુ સુરક્ષિત અને સુવિધાસભર અનુભવ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. #styleoftheday #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newschool #NewSeason #newsingle #NewsUpdate #newsletter #viralpost #viralreel #viralreelsシ #viralchallenge #viralreelsfacebook #viralvideochallenge #viralreelschallenge #viral...

 3.8k

 58

 3.8k

    Suggested Credits
    Tags, Events, and Projects