facebook pixel
અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડનો વટ જોવા મળ્યો હોવાની ચર્ચાઓ શહેરમાં જોર પકડી રહી છે. બે મહિના પહેલા GLS કોલેજ નજીક બનેલા તોડફોડ અને હત્યાના પ્રયાસના કેસમાં નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે તપાસને આગળ વધારતા આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની કડક સુરક્ષા વચ્ચે આરોપી આદિત્ય રાઠોડ એકદમ બિન્દાસ્ત અંદાજમાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ગભરાયેલા જોવા મળે છે, પરંતુ આ કેસમાં આદિત્યનો આત્મવિશ્વાસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત બની ગયા હતા. નવરંગપુરા પોલીસ સ્ટેશનના PI સહિતનો સ્ટાફ આરોપીને લઈને GLS કોલેજ નજીક પહોંચ્યો હતો, જ્યાં સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતાં લોકો અલગ અલગ પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક લોકો પોલીસની કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો આરોપીના વર્તન અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કેસની વધુ તપાસ ચાલુ છે અને ગુનામાં સં...

 267

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects