સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં 'આપ'ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર
Surat AAP Spokesperson Arrested: સુરતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા એક મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં આવ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના બગસરાનો વતની અને હાલ લસકાણામાં રહેતા કાળુ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં એક મહિલા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવ્યો હતો. પોતાની રાજકીય ઓળખનો ઉપયોગ કરી અને મીઠી વાતો દ્વારા તેણે મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં મિત્રતા બાદ આરોપીએ મહિલા સાથે નિકટતા વધારવાનું શરૂ કર્યું હતું.
લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
આરોપીએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેની પત્ની સાથે તેને બનતું નથી અને તે ટૂંક સમયમાં છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરી લેશે. આ ખોટા વાયદાના જોરે કાળુએ મહિલાને અલગ-અલગ હોટલો અને ઘરે લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે, જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે ...
Suggested Credits
Tags, Events, and Projects