facebook pixel
જય સોમનાથ 🙏 નવનિર્માણના 75 વર્ષ – શ્રદ્ધા અને સ્વાભિમાનનો મહાકુંભ ભારતની ક્યારેય ન ઝૂકનારી ચેતનાનું પ્રતીક એટલે સોમનાથ. સમુદ્રના મોજાં જે રીતે દર વખતે કિનારે અથડાઈને ફરી ઊભા થાય છે, તેમ સોમનાથ પણ અનેક આક્રમણો સામે અડીખમ ઊભું રહ્યું છે. આ વર્ષે આપણે સોમનાથના એ જ અજેય સંકલ્પના 75 વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ. આ જ વર્ષે જાન્યુઆરીમાં આપણે આપણા સ્વાભિમાનના 1000 વર્ષની ઉજવણી કરી. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે જે નવનિર્માણનો સંકલ્પ લીધો હતો, તેના 75 વર્ષ 11 મે ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથની પાવન ધરા પર હાજર રહેશે. મહોત્સવના મુખ્ય આકર્ષણો: કળશ યાત્રા - ભક્તિમય માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન. મંત્ર લેખન - ‘સોમનાથ પુસ્તિકા’માં હજારો ભક્તો દ્વારા મંત્ર લેખનનો સંકલ્પ. ઓમકાર નાદ - વાતાવરણને શિવમય બનાવવા માટે સામૂહિક ઓમકાર મંત્રના જાપ. ભજન સંધ્યા - નામાંકિત કલાકારો દ્વારા લોકસાહિત્ય અને ભજનોની રમઝટ. પાવન કથાઓ - સોમનાથના ગૌરવશાળી ઇતિહાસ અને પૌરાણિક ગાથાઓનું પઠન. પુષ્પવર્ષા - આકાશમાંથી સોમનાથ દાદા પર હેલિકોપ્ટર દ્વારા ફૂલોનો વરસાદ. સૂર્...

 2.8k

 130

 1

 2.8k

    Suggested Credits
    Tags, Events, and Projects