માંડલ તાલુકાના ડઢાણા ગામમાં નવનિર્મિત શ્રી મેલડી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવિવારે ભક્તિમય વાતાવરણ વચ્ચે ધામધૂમપૂર્વક યોજાયો હતો. સમગ્ર ગામ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું અને દિવસભર ભક્તિનો માહોલ છવાયેલો રહ્યો હતો. મહોત્સવની શરૂઆત સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પ્રારંભથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, ગ્રામજનો તેમજ મહિલાઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન માતાજીના જયઘોષથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. બપોરે વિજય મુહૂર્તમાં વૈદિક વિધિ-વિધાન સાથે શ્રી મેલડી માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાંજે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. મહાઆરતી બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ ગામના આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી સફળતાપ...
Suggested Credits
Tags, Events, and Projects