સુરતની SBI લૂંટના આરોપીનું 'હાફ એન્કાઉન્ટર'; રીકન્સ્ટ્રક્શન વખતે પોલીસ પર હુમલો કરી ભાગવા જતા એન્કાઉન્ટર
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં થયેલી સનસનીખેજ લૂંટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.
ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારના ફૂરસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી શુભમે લૂંટ સમયે જે ગનનો ઉપોયગ કર્યો હતો, તે ગન જે સ્થળે છુપાવી હતી તે લેવા ગયા હતા. આ જ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે એસીપી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શુભમને પગમાં ગોળી મારી હતી. આરોપીને હાલ સુરત સિવિલ હોસ્...
Suggested Credits
Tags, Events, and Projects