**સિંહની પજવણી કરનારાઓની હવે ખેર નથી: DCF વિકાસ યાદવ એક્શન મોડમાં, ખાસ તપાસ ટીમની રચના**
**જૂનાગઢ/ધારી:** ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થવાની ઘટનાને વન વિભાગે ગંભીરતાથી લીધી છે. આ મામલે **નાયબ વન સંરક્ષક (DCF) વિકાસ યાદવ એક્શન મોડમાં** આવ્યા છે અને તેમણે દોષિતોને ઝડપી પાડવા માટે હાઈ-લેવલની ખાસ તપાસ ટીમની રચના કરી સઘન તપાસના આદેશો જારી કર્યા છે
* **ખાસ તપાસ ટીમ:** વાયરલ વીડિયોની સત્યતા અને તેમાં સામેલ શખ્સોને શોધવા માટે મદદનીશ વન સંરક્ષક (ACF), ઉનાની તપાસનીશ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તપાસ ટીમમાં જૂનાગઢ ટાસ્ક ફોર્સ, ખાંભા મોબાઈલ સ્ક્વોડ અને ગીર ગઢડાના RFO સહિતના સક્ષમ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે.
* **કાયદાકીય સકંજો:** DCF વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ આ ટીમ સ્થાનિક સ્તરે સંકલન કરી વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરશે.
વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વનરાજની શાંતિ ભંગ કરનાર કે તેમને પરેશાન કરનાર કોઈપણ તત્વો સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવશે. સિંહના સંરક્ષણ માટે વન વિભાગની ટીમ હવે રાત-દિવસ કાર્યરત બની છે.
#Valsad #Accide...