IPL 2026ની મેચમાં માત્ર દિલ્હીની જીત જ નહીં, પરંતુ રેકોર્ડ્સની પણ ધૂમ જોવા મળી... વૈભવ સૂર્યવંશી, KL રાહુલ અને યશસ્વી જયસ્વાલે પોતાના નામે મોટા રેકોર્ડ્સ નોંધાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું. રાજસ્થાને 193 રન બનાવ્યા હતા, પરંતુ દિલ્હીએ 19.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી લીધી.
વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં 44 સિક્સર ફટકારી IPLના એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બનવાનો રેકોર્ડ બનાવ્યો.
KL રાહુલે IPLમાં 8મી વખત 500+ રન પૂર્ણ કર્યા, જ્યારે યશસ્વી જયસ્વાલે પોતાના 4 હજાર T20 રન પૂર્ણ કરીને મોટી સિદ્ધિ મેળવી.
IPL 2026માં યુવા ખેલાડીઓથી લઈને સ્ટાર બેટ્સમેનો સુધી સૌ કોઈ રેકોર્ડ્સ બનાવી રહ્યા છે, અને ફેન્સને મળી રહ્યો છે ફુલ ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ.
#IPL2026 #DelhiCapitals #RajasthanRoyals #KLRahul #YashasviJaiswal #VaibhavSuryavanshi #CricketNews #IPLRecords #SamacharDiary