facebook pixel
“જેના માટે ચોરી કરી… તે જ પ્રેમી દાગીના લઈને ફરાર!” જેના માટે 1.11 કરોડની ચોરી કરી, તે જ પ્રેમીએ આપ્યો દગો! અમદાવાદના 'આભૂષણ જ્વેલર્સ'માં કામ કરતી હર્ષિદા રાજેન્દ્રકુમાર શેટ્ટી નામની યુવતીએ શોરૂમમાંથી જ 1.11 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આટલી મોટી ચોરીનો પ્લાન હર્ષિદાએ પોતાના પ્રેમી મયુર અશોકભાઈ માળી સાથે મળીને બનાવ્યો હતો. 11 મેના રોજ ચોરી કર્યા પછી, આ બંને જણા બાઈક પર અમદાવાદથી ભાગીને ઉદયપુર-જયપુર થઈને છેક દિલ્હી પહોંચ્યા હતા. જે પ્રેમી પર ભરોસો કરીને હર્ષિદાએ પોતાની લાઈફ ખરાબ કરી અને આટલું મોટું કાંડ કર્યું, તે જ મયુર મોટાભાગના દાગીના લઈને તેને હોટલમાં એકલી મૂકીને ફરાર થઈ ગયો. આરોપીઓને પકડવા માટે પોલીસે રસ્તાના લગભગ 300 જેટલા CCTV ફૂટેજ ચેક કર્યા અને તેમનું લોકેશન ટ્રેસ કર્યું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આખરે હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડી છે. પરંતુ પ્રેમી મોટાભાગનો માલ લઈને ભાગી ગયો હોવાથી, હર્ષિદા પાસેથી અત્યારે માત્ર 22.54 લાખ રૂપિયાની જ જ્વેલરી રિકવર થઈ શકી છે. હાલમાં પોલીસ ભાગી ગયેલા મુખ્ય આરોપી મયુર માળીને શોધી રહી છે. #Ahmedabad #JewelleryTheft #CrimeBranch #...

 15.5k

 265

 6

 15.5k

    Suggested Credits
    Tags, Events, and Projects