“પુષ્પા ઝૂકેગા નહીં” સ્ટાઇલ માં દારૂ છુપાવ્યો… પણ એલ.સી.બી. સામે ચાલ્યું નહીં ! ...
જેતપુર માં એલ.સી.બી.ની કાર્યવાહી : ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી, ચાર આરોપી ફરાર
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે દરોડા પાડી ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
માહિતી મુજબ, જેતપુરના દેરડી રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર સામે ઉભેલી ગ્રે કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નં. GJ-01-HN-1190 માં આરોપીઓ દ્વારા ચોર ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ માટે હેરફેર કરવામાં આવી રહ્યો હતો.
રેડ દરમિયાન પોલીસે વિવિધ કંપનીની ૧૮૦ ML ની કુલ ૩૯૬ કંપની સીલ પેક ઈંગ્લિશ દારૂની બોટલો કિંમત રૂ. ૬૮,૪૭૮/- તથા સ્વિફ્ટ કાર કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૬૮,૪૭૮/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડા દરમિયાન આરોપી ઓ રાત્રીના અંધારા નો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ નીચે મુજબ છે :
* કૃણાલ ભાટીયા, રહે. દેરડી રોડ આવાસ યોજના, જેતપુર
* સાગર ઉર્ફે બુધિયો હરસ...
Suggested Credits
Tags, Events, and Projects