facebook pixel
સીતાપુર પાસે દેવભૂમિ ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કપાસના મોજાનો જથ્થો ખાક; MSILના બે ફાયર એન્જિનની ઝડપી કામગીરીથી મોટો અકસ્માત ટળ્યો માંડલ માંડલ તાલુકાના સીતાપુર ગામ નજીક તા18મે ના રોજ જાપાનીઝ કોલોની સામે નહેર પાસે આવેલ દેવભૂમિ ભંગારના ગોડાઉનમાં બપોરે અંદાજે 2:15 કલાકે અચાનક ભીષણ આગ લાગતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાની જાણ થતાં જ MSILના બે ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સતત પ્રયાસો બાદ આગને કાબૂમાં લઈ સંપૂર્ણપણે ઓલવી નાખી હતી. માહિતી અનુસાર દેવભૂમિ નામના આ ગોડાઉનના એક વિભાગમાં મોટા પ્રમાણમાં કપાસના મોજાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગ ઝડપથી ફેલાતા થોડી જ વારમાં સમગ્ર જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો અને તમામ મોજા બળી ખાક થઈ ગયા હતા. ઘટનાના સમયે ગોડાઉનમાં કામદારો હાજર ન હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું હતું. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના લોકો સ...

 14k

 154

 14k

    Suggested Credits
    Tags, Events, and Projects