facebook pixel
જો તમારી નિયમિત દવા ખાલી થઈ ગઈ હોય તો આજેજ ખરીદી કરી લેજો, કારણ કે 20 મેના રોજ ગુજરાત સહિત દેશભરના લાખો કેમિસ્ટો એક દિવસીય હડતાળ પર ઉતરવાના છે. અમદાવાદના 3000થી વધુ, સુરતના 3500થી વધુ અને રાજકોટ-સૌરાષ્ટ્રના હજારો મેડિકલ સ્ટોર આ બંધમાં જોડાશે. કેમિસ્ટ એસોસિએશનનો આક્ષેપ છે કે ઓનલાઈન દવાઓના વેચાણથી નાના વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. સાથે જ નકલી અને પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. કેમિસ્ટોની મુખ્ય માંગ છે કે ગેરકાયદેસર ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકવામાં આવે અને કોરોના સમયમાં અપાયેલી હોમ ડિલિવરીની છૂટછાટ પાછી ખેંચવામાં આવે. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે ભારે ડિસ્કાઉન્ટના નામે કોર્પોરેટ કંપનીઓ નાના મેડિકલ સ્ટોરને બરબાદ કરી રહી છે. જો કે, ઈમરજન્સી સેવાઓ માટે કેટલીક હોસ્પિટલોના મેડિકલ સ્ટોર ચાલુ રહેશે અને દર્દીઓને તકલીફ ન પડે તે માટે ખાસ ટીમ પણ કાર્યરત રહેશે. #ChemistStrike #MedicalStore #GujaratNews #BreakingNews #HealthAlert #SamacharDiary #pharmacy #ahmedabad #surat #rajkot #medicines #strike #pharmacist #health

 3.5k

 55

 3.5k

    Suggested Credits
    Tags, Events, and Projects