સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ચસકો પડ્યો ભારે; રાજકોટ SOG પોલીસે રિવોલ્વર સાથે રીલ્સ બનાવતા યુવકોની કરી ધરપકડ!
રાજકોટના ન્યારીડેમ રોડ પર જાહેરમાં પરવાના વગર અસલી હથિયાર સાથે સોશિયલ મીડિયા રીલ્સ બનાવવી ત્રણ યુવકોને ભારે પડી છે. SOG પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કડક કાર્યવાહી કરી ધ્રુમિલ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આદિત્યસિંહ સહિત એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે એક લક્ઝુરિયસ ફોર્ડ મસ્ટાંગ કાર અને જીવતો કારતૂસ પણ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયાર તેમના સંબંધી નિલેશ હીરાણીનું લાયસન્સવાળું હતું, જેથી પોલીસ હવે તેમનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. ક્રાઈમ DCP જગદીશ બાંગરવાએ હથિયાર ધારકોને પોતાના હથિયારો સુરક્ષિત રાખવા કડક ચેતવણી આપી છે. સાથે જ યુવા પેઢીને સોશિયલ મીડિયા પર ખોટી પબ્લિસિટી મેળવવાના ચક્કરમાં કરિયર બરબાદ ન કરવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી
#Rajkot #SOG #Reels #Gun #PoliceAction #BreakingNews #GujaratNews #SamacharDiary