અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી દ્વારા વધુ એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવ્યો છે. કણભા પોલીસ સ્ટેશનના એક અના.એ.એસ.આઇ અને બે જી.આર.ડી સભ્યો વિરુદ્ધ લાંચ લેવાના ગુનામાં કાર્યવાહી કરવામાં આવી છે. આ ટ્રેપ ૧૬ મે ૨૦૨૬ના રોજ બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ગોઠવવામાં આવ્યો હતો.
ફરિયાદી તરીકે એક જાગૃત નાગરિકે એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મુજબ દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ વિસ્તારમાં આવેલી તેમની કોસ્મેટિક વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં કણભા પોલીસ સ્ટેશનના અના.એ.એસ.આઇ ભાવેશભાઈ લાભશંકર રાવલ, જી.આર.ડી સભ્ય કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ બારોટ, રણજીતભાઈ સોલંકી અને અન્ય એક વ્યક્તિ પહોંચ્યા હતા. તેમણે ફેક્ટરીમાં એક્સપાયર થયેલા માલ ઉપર નવી તારીખ છાપીને વેચાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી ફરિયાદીને કેસમાં ફસાવી જેલમાં મોકલવાની ધમકી આપી હતી.
આરોપીઓએ શરૂઆતમાં કેસ ન કરવા માટે રૂપિયા બે લાખની લાંચની માંગણી કરી હતી. જોકે બાદમાં રકઝકના અંતે રૂપિયા ૩૦ હજાર લેવામાં નક્કી થયું હતું. ૧૫ મેના રોજ રણજીતભાઈ સોલંકી રૂપિયા લેવા ફરિયાદીની ફેક્ટરીએ પહોંચ્યા હતા, પરંતુ ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાથી તેમણે પછીથી આપવાનો વાયદો કર્યો હતો. ...
Suggested Credits
Tags, Events, and Projects