facebook pixel
સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે મારામારીનો બનાવ સામે આવ્યો ઘરની બહાર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો આરોપીઓએ પાઈપ, કુહાડી અને પથ્થર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલાણા ગામે રહેતા ફરીયાદી રવજીભાઈ શામજીભાઈ રાઠોડ અને તેમની પત્ની જયાબેન પોતાના ઘરે હાજર હતા ત્યારે ઘરની બહાર બોલાચાલીનો અવાજ સંભળાતા તેઓ બહાર દોડી આવ્યા હતા. બહાર જઈ જોતા તેમના દીકરા મુન્નાભાઈ અને આરોપી વિજયભાઇ દુલાભાઇ રાઠોડ વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. બન્નેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આરોપી એ હાથમાં રહેલા પાઈપ વડે જયાબેન પર હુમલો કર્યો હતો. હુમલામાં જયાબેનને પડખાના ભાગે ઇજા પહોંચી હતી તેમજ માથાના જમણા ભાગે ઘા વાગતા પાંચ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. પત્નીને બચાવવા જતા ફરીયાદી રવજીભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી એ પાઈપ વડે કપાળના ભાગે માર મારતા તેમને ત્રણ ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવ દરમિયાન આરોપી દુલાભાઈ પરમાર અને રિંકલબેન પરમાર પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. આરોપી દુલાભાઈ એ કુહાડી વડે ફરીયાદીના માથાના ...

 293

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects