ઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા મહત્ત્વના આદેશ...
બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના; વિભાગની તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે...
કોર્ટની કામગીરી અને પરામર્શ માટે રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમનો ઉપયોગ કરો: એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ ફાળવવામાં આવશે: રાજ્ય પોલીસ વડા.
#GujaratPolice #DGP #VideoConference #FuelSaving #BreakingNews #GujaratNews #SamacharDiary #news #viral