facebook pixel
જેતપુરમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી, ફોરવ્હીલર દબાઈ; તંત્રની ટીમ ઘટનાસ્થળે જેતપુર શહેરના વ્યસ્ત ગણાતા ગોંડલ દરવાજા પાસે આવેલી હવેલીની બાજુમાં એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે. અહીં આવેલ એક અત્યંત જર્જરિત મકાનની દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ફોરવ્હીલર કાર કચડાઈ, સદનસીબે જાનહાનિ ટળી દીવાલ જ્યારે નીચે પડી ત્યારે તેની બાજુમાં પાર્ક કરેલી એક ફોરવ્હીલર ગાડી તેની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે કારને મોટું નુકસાન થવા પામ્યું છે. જો કે, સદનસીબે દુર્ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે. જેતપુર-નવાગઢ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ ઘટનાની જાણ થતાં જ જેતપુર-નવાગઢ નગરપાલિકાની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ચોમાસાની શરૂઆત પહેલા જ સર્જાયેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જોખમી અને જર્જરિત મકાનો સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી રહી છે. #Jetpur #WallCollapse #GujaratNews #BreakingNews #Municipality #SamacharDiary #new...

 1.6k

 37

 1.6k

    Suggested Credits
    Tags, Events, and Projects