અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. દક્ષિણી બ્રિજ વાડજ તરફના છેડે, કાશ્મીરા મંદિર નજીકથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના પાસેથી ચોરી કરાયેલ હોન્ડા એક્ટિવા સ્કૂટર મળી આવ્યું હતું.પકડાયેલા આરોપીઓમાં સંજય ઉર્ફે સંજુ સોમાભાઈ મારવાડી (લુહાર), ઉંમર ૨૪ વર્ષ, રહે. કાશ્મીરા મહાદેવની ચાલી, જૂના વાડજ અને દિનેશ ઉર્ફે દિનીયો રણછોડભાઈ પરમાર, ઉંમર ૨૬ વર્ષ, રહે. મહાલક્ષ્મીનગર, જૂના વાડજનો સમાવેશ થાય છે.
પોલીસે તેમની પાસેથી વાદળી રંગનું હોન્ડા એક્ટિવા સ્કૂટર કબ્જે કર્યું હતું. તપાસમાં સ્કૂટરનો નંબર GJ-01-FZ-5264 હોવાનું સામે આવ્યું હતું. વાહનની અંદાજિત કિંમત રૂ. ૫૦ હજાર ગણવામાં આવી છે.આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધાયેલ હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ, મુદ્દામાલ અને જરૂરી દસ્તાવેજો આગળની કાર્યવાહી માટે માધવપુરા પોલીસને સોંપ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના અગાઉના ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી ...
Suggested Credits
Tags, Events, and Projects