facebook pixel
છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૧ અને ૨૨ મે ૨૦૨૬ દરમિયાન ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિલોજ ગામના નિશાળ ફળિયામાં દરોડા પાડી પોલીસે ભારે જથ્થામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL), દેશી દારૂ તેમજ વોશ જપ્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી SMCના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે જેમલાભાઈ રામતીયાભાઈ રાઠવા અને સુખીયાભાઈ રામતીયાભાઈ રાઠવાના મકાન પર દરોડો પાડી કુલ ૯૧૧૭ બોટલ અને ટીન IMFL દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે ₹૨૨.૦૧ લાખ થાય છે. ઉપરાંત ૧૦૫ લીટર દેશી દારૂ કિંમત ₹૨૧ હજાર તથા ૬૨૦૦ લીટર વોશ કિંમત ₹૧.૫૫ લાખનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ૭ વાહનો કિંમત ₹૧૫.૫૦ લાખ અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મળીને પોલીસે ₹૩૯.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે બંને મુખ્ય આરોપી જેમલાભાઈ રાઠવા અને સુખીયાભાઈ રાઠવાની અટકાયત કરી ઝોઝ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. તેમની સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૬૫(એફ), ૮...

 1.6k

 19

 1.6k

    Suggested Credits
    Tags, Events, and Projects