facebook pixel
અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલ એસ.ટી. બસ સ્ટેશન પર રાજ્ય સરકાર દ્વારા અતિ આધુનિક બસ સ્ટેશન અને વર્કશોપના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન નવા બનતા વર્કશોપના ગ્રાઉન્ડ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ વર્કશોપના ગ્રાઉન્ડમાં આવેલા નડતરરૂપ વૃક્ષો અને ઝાડીઓમાં આગ લાગી હતી. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે નડતરરૂપ વૃક્ષોને દૂર કરવા માટે આગ લગાડવામાં આવી હોઈ શકે, જોકે સત્તાવાર રીતે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આગ વધુ ફેલાય નહીં તે માટે બગસરા નગરપાલિકાની ટીમ તેમજ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી દુર...

 3.4k

 30

 3.4k

    Suggested Credits
    Tags, Events, and Projects