વડોદરાના રાજકારણ સહિત સમગ્ર ગુજરાત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માંજલપુર બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલનું હૃદયરોગની લાંબી બીમારી બાદ સારવાર દરમિયાન અવસાન થયું છે. છેલ્લા બે દિવસથી તેઓ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ સારવાર લઈ રહ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ૧૯૭૮માં દૂધના ભાવવધારા સામે ઉગ્ર આંદોલન કરીને ચર્ચામાં આવેલા અને મૂળ ફરાસખાનાના વ્યવસાય સાથે જોડાયેલા યોગેશ પટેલ વડોદરાના જનમાનસમાં ઊંડું સ્થાન ધરાવતા હતા. તેમના અકાળે નિધનને પગલે ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે, જ્યારે વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
#VadodaraNews #YogeshPatel #ManjalpurMLA #GujaratPolitics #SadDemise
#VadodaraBreaking #YogeshPatelPassedAway #GujaratVidhanSabha