facebook pixel
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ દીપિકા પટેલ સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર કમલેશ ડાભી પણ હાજર રહ્યા હતા. મેયરે હોસ્પિટલની વિવિધ સુવિધાઓ અને દર્દીઓને મળતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓ અને મુલાકાતીઓ માટે મૂકવામાં આવેલા પાણીના કુલરને તાળાં લાગેલા જોવા મળ્યા હતા. ઉનાળાની ગરમી વચ્ચે હોસ્પિટલમાં પાણીની સુવિધા અંગે ઉભા થયેલા પ્રશ્નોને લઈને મેયરે હોસ્પિટલ તંત્ર પાસેથી માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન દર્દીઓ અને તેમના સ્વજનો સાથે પણ વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. મેયરની આ સરપ્રાઈઝ મુલાકાત બાદ હોસ્પિટલ તંત્રમાં દોડધામ જોવા મળી હતી. હવે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે. #Anand #CivilHospital #MayorVisit #DipikaPatel #GujaratNews #BreakingNews #SamacharDiary24x7

 79.2k

 1.3k

 1

 79.2k

    Suggested Credits
    Tags, Events, and Projects