સિટી ની પોળમાં દેખાયો Buff striped keelback જેને ગુજરાતી મા ધારીદાર પાણીયો સાપ કહે છે
સીટી ના રહીશોએ કહ્યું કે વર્ષો પછી આવો સાપ પોળ માં જોવા મળ્યો વિજય ડાભી એ
સુરક્ષિત રેસ્ક્યુ કયુઁ🐍
દરિયાપુર વિસ્તારના વાલ્મિકી વાસ ખાતે સવારે એક મહિલા કપડાં ધોવા ગઈ હતી ત્યારે અચાનક સાપ દેખાતા સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા એનીમલ લાઈફ કેર ના વાઇલ્ડ એક્સપર્ટ વિજય ડાભી ને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને અંદાજિત દોઢ ફૂટ ના Buff-striped Keelback એટલે કે ધારીદાર પાણીયા સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.
વિજય ડાભી એ જણાવ્યું હતું કે આ સાપ બિનઝેરી હોવાથી ડરવાની જરૂર નથી. ખાસ કરીને કોઈ રેતીમાં કે કોઈ વસ્તુમાં સાપ આવી ગયો માનવામાં આવી રહ્યું છે અને આ સાપ ને જોવા માટે લોકો ના ટોળા ઉમટ્યા હતા રેસ્ક્યુ બાદ તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ચોમાસાની સિઝનમાં સાપ દેખાય તો તેને મારવો નહીં અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવો
#SnakeRescue #Ahmedabad #Dariyapur #Wildlife #BuffStripedKeelback #SamacharDiary