જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મુલાકાત લઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહિલા સત્સંગ મંડળના આમંત્રણને સ્વીકારી તેઓ પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે ભગવાનનું પૂજન-અર્ચન માટે પ્રાર્થના કર્યા હતા તેમજ મહિલા ભક્તો સાથે રાસ-ગરબામાં પણ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં મહિલા ભક્તો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
#Jamnagar #RivabaJadeja #IndreshwarMahadev #PurushottamMas #ReligiousProgram #GujaratNews #SamacharDiary24x7