ધોળકાના દરબાર જિન વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના સામાન્ય ઝઘડાએ હત્યાનું રૂપ ધારણ કર્યું છે. એક રૂમમાં સાથે રહેતા બે મિત્ર વચ્ચે થયેલા વિવાદમાં 33 વર્ષીય રાજલાલ હીરાલાલ હસદાની ગળું કાપી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ 112 મારફતે મળતા ધોળકા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ, CDR એનાલિસિસ અને અન્ય ટેકનિકલ તપાસના આધારે ગણતરીના કલાકોમાં આરોપી રોશનકુમાર શાહને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પૈસાના હિસાબને લઈને થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ છરી વડે હુમલો કરી હત્યા કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter