હરીપર ગામમાં ખાણની કામગીરીના બદલામાં લાખોની લાંચ માંગવાના મામલે ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલા સરપંચના પતિ અને દિયરે ખાણ સંચાલકને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા બદલ રૂ. 30 લાખની લાંચની માંગણી કરી હતી, જે બાદમાં રૂ. 20 લાખમાં નક્કી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લાંચના પ્રથમ હપ્તા તરીકે રૂ. 5 લાખ સ્વીકારતી વખતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કલ્યાણપુર મામલતદાર કચેરી સામેના કોમ્પ્લેક્સમાં છટકું ગોઠવી ડાયાભાઈ પરમાર અને જીવાભાઈ પરમારને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ACBની આ કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
#DevbhoomiDwarka #ACB #BriberyCase #Kalyanpur #Corruption #BreakingNews #GujaratNews #SamacharDiary24x7