અમરેલીના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના ભાગલા મુદ્દે સગા ભાઈઓ વચ્ચેનો વિવાદ લોહિયાળ અંતે પહોંચ્યો છે. માતાના નામે આવેલી ત્રણ વીઘા જમીનના વહેંચાણને લઈને છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા મતભેદ દરમિયાન મોડી સાંજે ખેતરમાં બોલાચાલી થઈ હતી. આરોપ છે કે મોટાભાઈ અને તેમના પરિવારના સભ્યોએ લાકડી, કુહાડી અને ખરપિયા જેવા હથિયારો વડે 48 વર્ષીય રાઘવભાઈ સોંદરવા પર હુમલો કર્યો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્ની અને એક મહિલાને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદના આધારે 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.
#Amreli #Khambha #LandDispute #CrimeNews #BreakingNews #GujaratNews #SamacharDiary24x7