બહુચરાજીમાં પેસેન્જર ટ્રેન સેવા ફરીથી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે મારુતિ કંપની માટે કોમર્શિયલ ટ્રેન સેવા ચાલુ છે, તો મુસાફરો માટે પેસેન્જર ટ્રેન કેમ શરૂ કરવામાં આવતી નથી. કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા 9 વર્ષથી પેસેન્જર ટ્રેન સેવા બંધ હોવાથી બહુચરાજી અને આસપાસના 50થી વધુ ગામોને સીધી અસર પહોંચી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો પેસેન્જર ટ્રેન સેવા શરૂ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાડીઓ લઈ જતી ટ્રેનો રોકવામાં આવશે.
#StartBecharajiPassengerTrain
#બહુચરાજી_પેસેન્જર_ટ્રેન_શરૂ_કરો
#BecharajiTrainProtest
#PassengerTrainDemand
#BahucharajiNews