વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં યુવક પર થયેલા ફાયરિંગના મામલે પોલીસે ચાર શકમંદોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં જૂની અંગત અદાવતને કારણે આરોપીઓએ યુવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો, જ્યારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપીનું પંચનામું બનાવી ફાયરિંગમાં વપરાયેલ મુખ્ય હથિયાર કબજે કરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
#Vadodara #Kumbharwada #FiringCase #CrimeNews #PoliceAction #BreakingNews #GujaratNews #SamacharDiary24x7